આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ( ભારત ) યુવા જંકસન -વાંકાનેર તેમજ Axis Bank foundatiion ના સહયોગ થી વાંકાનેર ખાતે યુવા જંકસન તાલીમ કેન્દ્ર ચાલી રહ્યું છે . જેમા ગ્રામીણ ક્ષેત્રના 18 થી 35 વર્ષના યુવક -યુવતીઓને રોજગાર લક્ષી તાલીમ આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે . જેને અંતર્ગત તા : 17/8/2023 ના રોજ પાસ થયેલા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તાલીમ કીટ નું વિતરણ તેમજ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેને સફળ બનાવવા માટે નાબાર્ડ-સુરેન્દ્રનગર તેમજ મોરબી શાખા ના DDM આરસુ સર તેમજ કન્યા શાળા ના પ્રીન્સીપાલ જેઠાભાઇ અને AKRSP(i ) એરિયા મૅનેજર સુનિતાબેન હેમવાની તેમજ નવજીવન ટ્રસ્ટ ના પ્રતિનિધિ NRLM ના એ . પી . એમ . સુખાભાઇ હાજર રહ્યા હતા . તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવા જંકસન સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી .