મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફ ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ દ્વારા માહીતી મળેલ હતી કે, માળિયા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ઇ.પી.કો. કલમ- ૩૬૩,૩૬૬,પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામનો આરોપી સોમનાથ રામપ્રતાપ રહે. રેતી ખુર્દ બુજર્ગ તા.નકહલ્લા જી.રાયબરેલી તથા ફરીયાદીની સગીર વયની દિકરીને માળિયા ના તા.ના એક ગામેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી સોમનાથ હાલ રેતી ખુર્દ બુજર્ગ ગામે હોવાની માહીતી મળતા AHTU ટીમ દ્વારા ઉત્તરપ્રદેશના રાયબરેલી, રેતી ખુર્દ બુઝર્ગ ગામેથી હસ્તગત કરી માળિયા મિયાણા પોલીસ સ્ટેશનને સોપી વધું તપાસ પોલીસ ચલાવી રહી છે