Monday, February 3, 2025

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ક્રિશ્ના હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવી

Advertisement

ઇન્ડિયન મેડીકલ એશોસીએશન મોરબી ના સહયોગ થી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ક્રિશ્ના હોસ્પિટલ ખાતે વિવિધ હોસ્પીટલમાંથી આવેલા ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવી.
જેમાં હોસ્પિટલ ઈમારતોમાં આગ કેવી રીતે લાગે છે?, આગના પ્રકારો, અગ્નિશામકની રીતો, આપાતકાલીન પ્રક્રિયાઓ, આગ ક્યારે લાગે છે?, આગ નિવારણનાં પગલાં, જીવન સલામતીનાં પગલાં, અગ્નિ સલામતીનાં પગલાં, હોસ્પીટલમાં ફાયરના સાધનોની જરૂરિયાતો, આગ કટોકટી દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્ર (Fire extinguisher) અને ફિક્ષ ફાયરના સાધનોના ઉપયોગનો લાઈવ ડેમો ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ કરેલ.
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW