પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા પોલીસ કોન્સ. કેતન અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરીને ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ કે.એ વાળા એ સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના હજનાળી ગામ, કોળીવાસ, ઇશ્વરદાદાના મંદિરવાળી શેરીમાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૧૭,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલા આરોપી
૧) લખમણભાઇ વાસાભાઇ ખાટરીયા / ઉ.વ.૬૫, રહે, જુના હજનાળી, તા.જી.મોરબી
૨) મહેશભાઇ વાલાભાઇ પરસાડીયા / ઉ.વ.૩૦, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી, ૩) દેવજીભાઇ જસાભાઇ રૂદાતલા / ઉ.વ.૩૫, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી
૪) રામદેવભાઇ બાબુભાઇ ધંધુકીયા / ઉ.વ.૨૩, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી ૫) જયંતિભાઇ સવજીભાઇ પારેજીયા / કોળી ઉ.વ.૩૭, રહે, જુના હજનાળી, તા.જી.મોરબી
૬) યુનિસભાઇ ઇસાભાઇ સુમરા / ઉ.વ.૨૯,૨હે. વિરપરડા, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ – રોકડ રૂ ૧૭,૧૦૦/-