Monday, February 3, 2025

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓ દ્વારા ચન્દ્રયાન-૩ ના સફળતાપૂર્વક લેન્ડિંગ માટે પ્રાર્થના

Advertisement

મોરબી,હાલમાં ચંદ્રયાન-3 ચંદ્રથી થોડા કિલોમીટર દૂર છે અને ચંદ્રયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થાય અને ભારતની સફળતામાં એક વધુ છોગું ઉમેરાય અને વિશ્વના અગ્રીમ દેશોમાં સ્થાન પ્રાપ્ત કરે એ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોની મહેનતને બળ મળે,એ માટે મોરબીની માધાપરવાળી શાળાની બાળાઓએ ચંદ્રયાન-3 સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ થાય એ માટે પ્રાર્થના કરી હતી. શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ ચંદ્રયાન અંગે બાળકોને જાણકારી આપી હતી રશિયાનું ચંદ્રયાન લ્યુનાનો ગઈકાલે સંપર્ક તૂટી ગયેલ છે પણ ભારતનું મુન મિશન સફળ થાય એ માટે વિક્રમ લેન્ડર સફળ રીતે ચંદ્રની ધરતી પર લેન્ડ થાય એ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી રહ્યા છે,બે વર્ષ પહેલાં ચંદ્રયાન-2 નો સંપર્ક તૂટી ગયો હતો પણ આ વખતે ચોક્કસ સફળતા મળશે વગેરે વાતો કરી હતી.અને શક્તિશાળી મંત્ર ગાયત્રી મંત્રનું ભાવવાહી રીતે બળાઓએ પઠન કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW