Thursday, May 22, 2025

મહેન્દ્રનગર ચોકડી પાસે થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી મોરબી એલસીબી

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે પટેલ ટાયર હબ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા ૩,૩૦,૦૦૦/- ની થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક સ્ત્રીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક પ્રકૃતિ સોસાયટીના ગેઇટ સામે પટેલ ટાયર હબ નામની દુકાનમાં બપોરના સમયે દુકાનમાં કોઇ હાજર ન હોય તે વખતે કોઇ અજાણી સ્ત્રી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા ૩,૩૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે ફરીયાદી જેનીલભાઇ અશ્વિનભાઇ આદ્રોજા રહે.મોરબી શનાળા રોડ વાળાએ તા.૨૫/૦૮/૨૩ ના રોજ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી તથા મુદામાલની શોધખોળ અર્થે એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના માણસોને ખાનગી રાહે ‘ હકિકત મળેલ કે, સદર ગુન્હાને અજામ આપનાર અજાણી સ્ત્રી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ખુલ્લા બગીચામાં બેઠેલ હોય જે બાબતે તપાસ કરતા મજકુર સ્ત્રી મુદામાલ સાથે મળી આવતા તેણીની પાસેથી દુકાનમાંથી ચોરી કરેલ રોકડ રૂપિયા ૩,૩૦,૦૦૦/- ની રીકવરી કરી સદર ગુન્હો વણશોધાયેલ હોય જે વણશોધાયેલ ગુન્હો ગણતરીની કલાકોમાં શોધી કાઢી ચોરીમાં ગયેલ તમામ રોકડ રૂપિયા ૩,૩૦,૦૦૦/- રીકવર કરવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે. જે અજાણી સ્ત્રી તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.તરફ સોપેલ છે.
પકડાયેલ સ્ત્રીનું નામ સરનામું – સપનાબેન ડો./ઓ. બચુભાઇ રમુભાઇ ચાડમીયા ઉ.વ.રર રહે. હાલ હરિઓમપાર્ક સોસાયટી સામે, હેલીપેડ પાસે, હળવદ-મોરબી હાઇવેરોડ, ખુલ્લાપટ્ટમાં, મોરબી મુળ રહે. કાલાવાડ, કામનાથપરા તા.કાલાવાડ જી. જામનગર

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW