તારીખ 25/8/2023 ના રોજ રોટરી ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ફરાળી વાનગી હરિફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે કેટેગરી માં વાનગી હરિફાઈ રાખવામાં આવી હતી. જેમ કે, ફરાળી મીઠાઈ અને રેગ્યુલર ફરાળી વાનગી. બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે colors ગુજરાતી ના જાણીતા કુકિંગ એક્સપર્ટ શ્રીમતી ક્રિષ્નાબેન કોટેચા એ સેવા આપી હતી. નિર્ણાયક નિર્ણય લે તે સમય દરમિયાન મહિલાઓને ફૂડ ક્વિઝ રમાડવામાં આવી હતી. ક્રિષ્નાબેન કોટેચાએ મહિલાઓને ફરાળી વાનગી બનાવવામાં ઉપયોગી એવી ટિપ્સ પણ આપી હતી.