ચાલુ વર્ષે શરૂમાં મેઘરાજાએ માંગ્યા મેહ વરસાવીને ખેડૂતોને રાજી કરી દિધા હતા બાદમાં વરસાદ ખેંચાયો છે ત્યારે
ખેડૂતોની માંગને ધ્યાને લઈ સરકારaએ ખરીફ પાક સફળ બનાવવા નર્મદા યોજના દ્વારા લાભાર્થી ખેડૂતોને કેનાલ દ્વારા પૂરતું પાણી આપવા નીર્ધાર કર્યો અને એ અનુસાર પૂરતું પાણી છોડવામાં આવ્યું છે પરંતુ કોઈ કારણોસર નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, મોરબી બ્રાન્ચમાં ઢાંકીથી છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી. ક્યાં અને શા માટે પાણીનો બગાડ અને વેડફાટ થાય છે તેની જાત માહિતી લેવા
મોરબી માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તા. 30.08.2023 બુધવારના રોજ સવારે 9.00 કલાકે માલવણ મુકામે પહોંચશે અને કેનાલના રસ્તે આગળ વધતા વધતા કેનાલના છેવાડા સુધી આવશે મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોને આ યાત્રામાં બહોળી સંખ્યામાં સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે