ભારતીય સંસ્કૃતિમાં સૌને ગમતું, આબલ વૃદ્ધ સૌને પ્રિય પાત્ર એટલે કાનુડો નજીકના દિવસોમાં જ કૃષ્ણજન્મોત્સવ આવી રહ્યો હોય વિદ્યાર્થીઓ કૃષ્ણના વિરાટ વ્યક્તિત્વને પોતે કાનુડો બની જાણે સમજે એ માટે શાળાઓમાં કૃષ્ણજન્મોત્સવ,નંદ ઉત્સવ દર વર્ષે ખૂબ ધાધૂમથી ઉજવાય છે. આ વખતે બ્લોસમ સ્કૂલમાં કાનુડાના ઘર જેવું એક નંદ ભવન ઉભુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,કાનુડાને બાંધવાનું ઉખલ. છાસનું વલોણું.ઘંટુલો જેવી વિસરાય ગયેલી વસ્તુઓ રાખવામાં આવી હતી.મટકી ફોડ કાર્યક્રમનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાળકોએ રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્યગીતો રજૂ કર્યા હતા,સાથે સાથે બેસ્ટ કૃષ્ણ અને યશોદા. બેસ્ટ રાધા અને તેની મમ્મી competition રાખવામાં આવી હતી જેમાં બધા પરેન્ટ્સ ખૂબ ઉત્સાહ ભાગ લીધો. ગાયત્રી બેન મકવાણા ડો.માયાબેન ભાડેસીયા, સોનલબેન દેસાઈ જજ તરીકે આવી શોભા વધારી હતી.સ્પર્ધાનાં અંતે વિજેતાઓને પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં સંસ્થાના સંચાલક નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ જહેમત ઉઠાવી હતી.