સિનિયર સિટીઝનોના ઘરે તેમજ ગ્રામ પંચાયત ખાતે જઈને ૪૫ થી ૫૦ વડીલોના કાંડે રાખડી બાંધવામાં આવી
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. પી. સોનારા રાહબરી હેઠળ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે વાંકાનેર તાલુકા પો.સ્ટે. સી ટીમ દ્રારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સિનીયર સિટીઝનોના રહેણાંક મકાને જઇ તેમજ ગ્રામ પંચાયત ખાતે વરિષ્ઠ નાગરિક ને એકઠા કરી મુલાકાત લઇ અને વૃધ્ધોની સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ૪૫ થી ૫૦ વડીલોને રાખડી બાંધી અને તેમની સાથે વાતચીત કરી વૃધ્ધોનું મન હળવું કરી તેઓના આશીર્વાદ મેળવી અને તેઓની સારસંભાળ બાબતે ચર્ચા કરી હતી. સામે વડીલોએ પણ તાલુકા પોલીસ સ્ટેશન સી ટીમને આવકારી હતી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને બિરદાવી હતી. આ વેળાએ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
આ ઉજવણીમાં વાંકાનેર તાલુકા પો.સ્ટે. સી ટિમ આરતીબેન શાહ, અશ્વિન ભાઈ વનાની તથા વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઈન ૧૪૫૬૭ મોરબી રાજદીપ પરમાર નાઓ એ હાજરી આપેલ.