મોરબીના મકરાણીવાસ પાસે આવેલ રામઘાટ નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારોના આધારે એ.એસ.આઇને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે પ્રવિણભાઈ વિજયભાઈ મારૂણીયા ઉ.વ.૧૯ ધંધો રહે ખમીશાણા રોડ વડનગર ધોળીધજા ડેમ સામે હુડકો સુરેદ્રનગરવાળો મકરાણીવાસ પાસે આવેલ રામઘાટ નજીક મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટકોપ થી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.