Thursday, January 9, 2025

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કેફી પીણાની બોટલો પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.

Advertisement

આયુર્વેદિકની આડમાં બજારમાં હર્બી પીણા તરીકે વેચાણ/કબજામાં રાખતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર,એસ.ઓ.જી.ના માર્ગદર્શન હેઠળ ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી પોલીસ સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મિયાત્રાને સંયુક્ત બાતમી મળેલ કે, મોરબી હળવદ રોડ પર ચરાડવા ગામે બસ સ્ટેશન પાસે મુરલીધર પાન સેન્ટરની દુકાન વાળા રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા રહે ચરાડવા ગોપાલનગર વાળો તેના કબજામ ભોગવટા વાળા રહેણાંક મકાનમાં આવેલ દુકાન/ગોડાઉનમાં આયુર્વેદિક શંકાસ્પદ કેફી પીણાની બોટલોનો મોટો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબનો માણસ તથા મુદ્દામાલ તેના કબજા ભોગવટા વાળા સ્થળેથી મળી આવતા સદરહુ મુદ્દામાલ બીલ કે આધાર વગરનો ગેરકાયદેસરનુ જણાતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ ૪ મુજબની ધોરણસરની કાર્યવાહી હળવદ પો.સ્ટે.માં કરવામાં આવેલ છે.

મુદ્દામાલ કબજામાં રાખનાર ઇસમની વિગત :- રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા ઉવ.૪ર ધંધો પાન બીડીનો વેપાર રહેવાસી ચરાડવા ગોપાલનગર તા.હળવદ જી.મોરબી

> કબજે કરેલ મુદામાલની વિગત :-

(૧) “ASHVASHAV” ટોનીક 400M..ની કાળા ઘોડા વાળી શીલપેક બોટલ નંગ-૧ ની કિ.રૂ.૧૪૯/- ગણી બોટલ નંગ- ૨૨૫૦ કિમત રૂપીયા ૩,૩૫,૨૫૦/-

(૨) “KAL MEGHASAVA ASAVA-ARISHTA” 375 M.I.ની શીલપેક બોટલ નંગ-૧ ની કિ.રૂ.૧૪૯/- પ્રિન્ટ વાળી બોટલ નંગ-૭૫ કિમત રૂપીયા ૧૧,૧૭૫/- મળી કુલ બોટલ નંગ-૨૩૨૫ કિમત રૂપીયા ૩,૪૬,૪૨૫/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW