મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન પાસે વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારાના બુસા નીચે છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકત રાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન સામે, પરબતભાઇ ભરવાડના કબ્જા ભોગવટાવાળા વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારાના ભુસા નીચે છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂની પેટી નંગ-૨૨ કુલ બોટલ નંગ-૨૬૪ કિં.રૂ.૧,૫૭,૦૮૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમો પરબતભાઇ જીવાભાઇ ટોટા ઉ.વ.૩૦, રહે. કેરાળા (હરીપર), તા.જી.મોરબી તથા રાજેશ ઉર્ફે રાજુ મમુભાઇ અખીયાણી ઉ.વ.૨૮, હાલ રહે. સિરામીક સીટી, લાલપર, તા.જી.મોરબી, મુળ રહે મોટી હમીરપર તા.રાપર, જી. કચ્છ-ભુજવાળાને પકડી પાડી બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.