Monday, May 19, 2025

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 137 નવા શિક્ષકોનું આગમન

Advertisement
Advertisement
Advertisement

મોરબી,છેલ્લા ઘણાં સમયથી મોરબી જિલ્લાની ઘણી બધી શાળાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હતી અને ઘણા સમયથી યુવાનો વિદ્યા સહાયકો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે નોકરી વાંચ્છું યુવાનોની આતુરતાનો અંત આવેલ છે. રાજ્યકક્ષાએથી મોરબી જિલ્લાને ધો.1 થઈ 5 ના 125 શિક્ષકો અને ધો.6 થી 8 માટે સામાજિક વિજ્ઞાનના 25 શિક્ષકો ફાળવેલ હતા,એ અનુસંધાને વી.સી. હાઈસ્કૂલ ખાતે નવ નિયુક્ત વિદ્યા સહાયક માટેનો સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સામાજિક વિજ્ઞાનનો એક ઉમેદવાર ગેર હાજર રહેતા 24 ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે એવી જ રીતે ધો.1 થી 5 માં 125 શિક્ષકો ફાળવેલ હતા જે પૈકી 11 ઉમેદવાર ગેરહાજર રહેલ અને એક ઉમેદવારે અસંમતી આપેલ હોય 113 ઉમેદવારોએ સ્થળ પસંદ કરતાં કુલ 137 નવા શિક્ષકોનું મોરબી જિલ્લા આગમન થયેલ છે. કેમ્પની શરૂઆતમાં પ્રવિણભાઈ અંબારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ ઉમેદવારોને મોરબી જિલ્લામાં આવકાર્યા હતા.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દિનેશભાઈ હૂંબલ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-મોરબી,કિરીટભાઈ દેકાવડીયા રાજ્ય પ્રતિનિધિ મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ,મુકેશભાઈ મારવણીયા મહામંત્રી મુખ્ય શિક્ષક સંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તેમજ તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ ગરચર નાયબ ડિપીઈઓ અને ટીપીઈઓએ કર્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW