કૃષિ પોલીટેકનીક, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, હળવદ ખાતે જયંતીભાઈ કવાડીયા, પ્રદેશ ઉપાધ્યાક્ષ, ગુજરાત ભાજપ તથા પુર્વ ગ્રામ પંચાયત મંત્રી ગુજરાત સરકાર, મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, માર્કેટીંગ યાર્ડ હળવદ ડાયરેકટર ઘન્શ્યામભાઈ ગોહીલ, પુર્વ પાલીકા પ્રમુખ હળવદ દાદાભાઈ ડાંગર અને જીલ્લા યુવા ભાજપ મંત્રી રવીભાઈ પટેલ દ્વારા મુલાકત લીધેલ તેમજ અત્રેના કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ શૈક્ષણીક તેમજ ખેતીવાડી બિયારણ ઉત્પાદન વીશે અત્રેના આચાર્ય ડો. એ. વી. ખાનપરા એ તેઓને માહીતગાર કર્યા હતા. આ કેન્દ્ર ઊપર અભયાસ કરતા વિધ્યાર્થી ઓ સાથે વીચાર-ગોષ્ઠી કરવવામાં આવેલ અને આ કેન્દ્ર દ્વારા થતી અભ્યાસની પ્રવૃતિ ની માહીતી મેળવવામાં આવેલ.
જયંતીભાઈ કવાડીયા, પ્રદેશ ઉપાધ્યાક્ષ, ગુજરાત ભાજપ તથા પુર્વ ગ્રામ પંચાયત મંત્રી ગુજરાત સરકાર અને મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી તેમજ ઉપસ્થીત પદાધીકારીઓ દ્વારા આ કેન્દ્રની પ્રવૃતિથી માહીતગાર થઈ, આ કેન્દ્રની પ્રવૃતિઓ ને બીરદાવવામાં આવેલ. તેમજ આ કેન્દ્રના વિકાસ થાય અને આગળ પ્રગતી કરે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફ થી જરૂરી સાથ સહકાર આપવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ. અને આ કેન્દ્રના આચાર્ય ડો. એ. વી. ખાનપરા તેમજ સમગ્ર સ્ટાફને શુભેચ્છા પાઠવવામાં આવેલ.