Thursday, January 9, 2025

હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની તા.૨૦/૦૯/૨૦૨૩ એ રાખેલ વાંધા રજૂઆત અનિવાર્ય કારણોસર મોકુફ રખાઈ

Advertisement

ભારત સરકારના જાહેર સાહસ પાવર ગ્રીડ દ્વારા ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇન હળવદ તાલુકાના ધુળકોટ, મયુરનગર, ચાડધ્રા, રાયસંગપર, જુના અમરાપર, નવા ઘનશ્યામગઢ, નવા અમરાપર, ઇશનપુર, વેગડવાવ, મંગળપુર ગામના ખેડુતોના ખેતરમાંથી પસાર થનાર હોઈ, ઉપરોક્ત ગામના ખાતેદારશ્રીઓ તરફથી વાંધા રજૂઆત સાભળવા માટે હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા તા.૨૦/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, મામલતદાર કચેરી, હળવદ ખાતે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવેલ પરંતુ અનિવાર્ય કારણોસર તા.૨૦/૦૯/૨૦૨૩ ની મુદત મોકુફ રાખવામાં આવેલ છે. આગામી મુદ્દતની જાણ ટૂંક સમયમાં તમામ સંબંધિત ખેડૂત ખાતેદારશ્રીઓને કરવામાં આવશે તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી હર્ષદિપ કે. આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW