મોરબી તાલુકા વિસ્તારમાં નાગલપર ગામની સીમમાં આવેલ ખારાની વેણ માંથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ કોન્સ. માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર ને બાતમી મળેલ કે, નાગલપર ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી સીમમાં ખારાની વેણમાં એક વ્યક્તિ શરીરે આછો વાદળી કલરનો શર્ટ તથા ગ્રે-કલરનું નાઇટી પેન્ટ પહેરેલ વ્યક્તિ જેનુ નામ કિશોર હિરાભાઇ રહે. નાગલપર વાળો હાલમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આંટાફેરા મારે છે. તેવી બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :-
કિશોરભાઇ હિરાભાઇ અટક રૂદાતલા ઉવ.૪૪ ધંધો.ખેતી રહે.અમરાપર તા.જી.મોરબી
* પકડાયેલ મુદામાલની વિગત :-
ગે.કા.દેશી હાથ બનાવટની જામગરી નંગ-૧, કિં.રૂ.૨૦૦૦/-