મોરબી ની ગૌરવવંતી આયુષ હોસ્પિટલમાં સેન્ટર હેડ તરીકે ફરજ બજાવતા ડો.રવિ પટેલનો આજે જન્મદિવસ તેઓ આયુષ હોસ્પિટલમાં ૪ વર્ષથી ઈમાનદારી લગન મહેનત અને તન મન ધનથી સેવા આપી જાણીતા બન્યા છે આયુષ હોસ્પિટલના હોનહાર ડોક્ટર રવિ પટેલની ઉમદા કામગીરી દર્દીઓ સાથે પ્રેમાળ માયાળુ સ્વભાવ થકી આયુષ હોસ્પિટલમાં ખુબ જ જાણીતા બન્યા છે અને કહેવાય છેને લોકપ્રિયતા કાંઈ રોડે થોડી પડી છે પોતાની મહેનત થકી ચાર વર્ષથી દર્દી સાથે હળીમળીને સુશીલ સ્વભાવ સાથે દર્દીઓની સાથે સેવા આપતા ડો.રવિ પટેલની સચોટ સારવાર અને મોરબી આયુષ હોસ્પિટલમાં ચાર વર્ષના અનુભવ સાથે સેવા આપતા કુશળ ડોકટરની કામગીરીથી દર્દીઓ સંતુષ્ટ મહેસૂસ કરે છે ગરીબ માણસો માટે વરદાન રૂપ બનતી આયુષ હોસ્પિટલ થોડા જ વર્ષોમાં ઊંચી ઉડાન ભરી જિલ્લામાં સારી એવી નામના મેળવી છે જ્યાં સારવાર લેતા દર્દીઓ પણ સારી સારવાર અને સુવિધાઓથી સંતુષ્ટ મહેસુસ કરી અહી સારવાર અર્થે આવે છે ત્યારે મોરબીની નામાંકિત બનેલી આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.રવિ પટેલના જન્મદિવસે આયુસ હોસ્પિટલ સ્ટાફ તેમના સગાંવહાલા મિત્ર સર્કલ દ્વારા સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો ધોધ વરસાવી શુભકામનાઓ પાઠવી હતી મોરબી ગૌરવ સમાચાર તરફથી ડો. રવિ પટેલ ને જન્મ દિવસ ની શુભકામના