મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાં બેલા (આમરણ) ગામે આરોપીના રહેણાંક મકાનના પાછળના ભાગે બાવળની કાંટ પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે, બેલા ગામે રહેતો હુશેનભાઇ મીયાણા પોતાના રહેણાંક મકાનની પાછળ બાવળની કાંટ પાસે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે બેઠેલ છે. તેવી બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા મળેલ ઇસમ હુશેનભાઇ નુરાલીભાઇ જામ ઉવ.૩૫ ધંધો મજુરી રહે,બેલા જુના ગામમાં તા.જી.મોરબીવાળાને જામગરી બંદૂક નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.