અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને જૂની પેંશન યોજનાનો લાભ મળે અને અન્ય પ્રશ્નો બાબતે હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સાહેબની હાજરીમાં હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને શૈક્ષિક સંઘના કાર્યકર્તાઓ અને શિક્ષકોની હાજરીમાં આવેદન આપવામાં આવ્યું.પ્રત્યુત્તરમાં જયંતીભાઈ કવાડિયા અને પ્રકાશભાઈ વરમોરાએ જૂની પેંશન યોજના લાગુ કરવા માટે સરકારમાં ભારપૂર્વક રજુઆત કરવાની ખાત્રી આપેલ.આ તકે હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, માર્કેટિંગયાર્ડના સભ્ય જયેશભાઇ પટેલ,પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય વલ્લભભાઈ પટેલ,પ્રદેશ ભા. જ.પ.ના કારોબારી સભ્ય નયનભાઈ પટેલ,તાલુકા યુવા ભા..જ.પ.ના પ્રમુખ હિતેશભાઈ લોરીયા તેમજ અન્ય તાલુકા ભા. જ.પ.ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.