‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ ગામોમાં તળાવ કાંઠા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનના અનવ્યે મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ સફાઈ ઝુંબેશના કાર્યક્રમોના અન્વયે રણમલપુર, મોટાભેલા, માનસર, ઓટાળા વગેરે ગામોમાં ગ્રામજ નોએ એકજૂથ બની ગામમાં આવેલા તળાવ અને તળાવની પાળ, ઘાટ અને કિનારા તેમજ આપસાસ વિસ્તારમાં સ્વૈચ્છિક સાફ સફાઈ કરી હતી.