GTU ના તાજેતરમાં જાહેર થયેલા MBA Sem-2 ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે. જેમાં યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમાંકે અને કોલેજમાં પ્રથમ ક્રમાંકે 9.71 SPI સાથે સેજપાલ દર્શિત ઉત્તીર્ણ થયા છે.
તેમજ કોલેજમાં દ્વિતીય ક્રમાંકે ફુલતરીયા વૈદેહી 9.29 SPI અને તૃતીય ક્રમાંકે જાનવી કોટેચા 9.14 SPI ઉત્તીર્ણ થયા છે. આ સાથે નવયુગ કોલેજે શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. રિઝલ્ટમાં હરહંમેશ આગળ રહેતી મોરબી જીલ્લાની પ્રતિષ્ઠિત સંસ્થા એવી નવયુગ કોલેજમાં MBA કોર્ષની 2022-23 થી શરૂઆત થયેલ છે. જેમાં શરૂઆતના વર્ષથી જ શ્રેષ્ઠ રિઝલ્ટ સાથે શુભ શરૂઆત થયેલ છે.
MBA સેમેસ્ટર 2 માં શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા એ વિદ્યાર્થીઓને તેમજ MBA ટીમને આ જ્વલંત સફળતા બદલ અભિનંદન પાઠવ્યા