Saturday, May 24, 2025

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૪ મી જન્મજયંતિ મહાપ્રસાદ સહીત પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

*છેલ્લા ૧૨ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ ના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગ નુ જલારામ મંદિર ખાતે અનેરૂ આયોજન*

*પ્રભાતધૂન,અન્નકુટ દર્શન,કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો*

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૪મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૧૯-૧૧-૨૦૨૩ રવિવાર કારતક સુદ સાતમ ના રોજ પૂ.જલારામબાપા ની ૨૨૪મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવા નુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓ ને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. *પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડ ના જવાનો, ગત વર્ષે હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે*.

આમંત્રિત વિશેષ વ્યક્તિઓ નુ નામ સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે જે જલારામ જયંતિ ના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમ મા સર્વજ્ઞાતિય જલારામ ભક્તો ને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW