મોરબી રવાપર રોડ પર વગર વરસાદે પાણીની રેલમછેલ લાખો લીટર કેનાલના પાણી રોડ ઉપર ફરી વળ્યા
માળીયા પંથકના ખેડૂતો પિયતના પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ મોરબી શહેરના રોડ-રસ્તા ઉપર કેનાલના લાખો લીટર પાણીનો વેડફાટ
એક બાજુ ધારાસભ્ય છે મુખ્યમંત્રી સુધી કેનાલ મારફતે પાણી છોડાવવા રજૂઆત કરતા હોય છે તો બીજી બાજુ
મોરબી રવાપર રોડ પર કેનાલ બે કાંઠે વહેતી હોય તેમ કેનાલ છલકાઈ જતા લાખો લીટર પાણીનો વેડફાટ તો બીજી તરફ માળીયા આમરણ સહિતના પંથકના ખેડૂતો પિયતના પાણી માટે વલખા મારી રહ્યા છે તે મોરબીના સરકારી અધિકારીઓ માટે અત્યંત શરમજનક બાબત છે અત્રે ઉલ્લેખનીય છેકે કેનાલના અધિકારીઓ હોય કે મોરબી જિલ્લા તંત્ર હોય સરકારી અધિકારીઓની અણ આવડતના! કારણે ગ્રામ્ય પંથકમાં ખેડુતો પીયતના પાણી માટે વલખા મારી બેહાલ છે તો બીજી તરફ શહેરોના રોડ રસ્તા ઉપર વગર વરસાદે કેનાલના પાણી ફરી વળતા પાણી પાણી થઈ ગયા છે જેના કારણે સરકારી તંત્રને લાખો લીટર પાણીના વેડફાટ અંગે ભરનિદ્રામાં જાગી લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે બોધપાઠ લેવાની ખાસ જરૂર છે કારણ કે માળીયા પંથકના ખેડૂતો જીરા સહીત શિયાળુ પાક તૈયાર કરી કાગડોળે પિયતના પાણીની રાહ જોવું છે જ્યાં પંથકમાં માળીયા બ્રાંચ અને બાહ્યણી ડેમ ડી.24 સહીતની કેનાલમાં પાણીની બુમરાણ છે તેવામાં મોરબી શહેરના રવાપર રોડ પર કેનાલના લાખો લીટર પાણીના વેડફાટથી ખેડૂતોના જીવ બળ્યા છે તે ગાંધીનગર સુધી સરકારી અધિકારીઓની અણ આવડતની નોંધ લેવાઈ તે જરૂરી છે અને તપાસનો વિષય છે