ગત મોડી રાત થી જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેથી કરી ને મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો
મોરબી જિલ્લામાં માવઠાની માઠી અસર વર્તાય હતી કરા પડતા સીરામીક ઉધોગોને મોટુ નુકસાન થવા પામ્યું હતું સેડ ના પતરા ઉપર કરા પડતા પતરામાં કરાના કાણા પડી ગયા
મોરબી જિલ્લાના વાંકાનેર મોરબી હળવદ પંથકમાં માવઠુ મીની વાવાઝોડા સાથે બેફામ વરસ્યું થોડીજ મિનિટોમાં ભારે તારાજી સર્જી હતી ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થતાં ચણા, જીરું અને કપાસ સહિતના પાકને નુકસાન ની ભીતિ સેવાઇ રહી છે