Saturday, January 25, 2025

મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ યોજાયો

Advertisement

સમારોહમાં તેજસ્વીતા તારલા, બઢતી અને નિવૃત પામેલા કર્મયોગીઓનું સન્માન કરાયું

મોરબીના દ્વારિકાધીશ ફાર્મ – રવાપર મુકામે શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ – મોરબીનો વાર્ષિક સન્માન સમારોહ યોજાઈ ગયો.ઉમિયા માતાજીના આશીર્વાદ સાથે દીપ પ્રાગટયથી સમારોહની શુભ શરૂઆત થઈ.શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ જી.એરણિયા દ્વારા સર્વે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.આ સમારોહમાં પોપટભાઈ કગથરા – પ્રમુખશ્રી, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ,ડૉ. મનુભાઈ કૈલા – પ્રમુખશ્રી,સમૂહ લગ્ન સમિતિ,કેશુભાઈ આદ્રોજા – પ્રમુખશ્રી,ઉમિયા સમાધાન પંચ, લિંબાભાઈ મસોત – પ્રમુખશ્રી,ઉમિયા મેરેજ બ્યુરો,ડૉ. ભાવેશભાઈ જેતપરિયા – પૂર્વ પ્રમુખ ઉમિયા સર્વિસ કલાસ ફોરમ,ભાણજીભાઈ આદ્રોજા – પ્રમુખ સિનિયર સિટીઝન તેમજ દિનેશભાઈ વડસોલા – પૂર્વ મંત્રીશ્રી,ઉમિયા સર્વિસ કલાસ ફોરમ ખાસ ઉપસ્થિત રહ્યાં. મંચસ્થ મહાનુભાવોના હસ્તે ફોરમના તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી,વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ બઢતી પ્રાપ્ત કરતા અને નિવૃત થતા અધિકારી/ કર્મચારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.મંચસ્થ મહેમાનો દ્વારા પારિવારિક અને સામાજિક વિકાસ માટે પ્રેરણા ,પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સમારોહમાં અનિવાર્ય સંજોગોવશાત ઉપસ્થિત ન રહી શકેલ મોહનભાઈ કુંડારીયા – સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ અમૃતિયા- ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા- ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા- ધારાસભ્ય,બેચરભાઈ હોથી- પ્રમુખ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ,રાઘવજીભાઈ ગડારા- પ્રમુખ,પાટીદાર સેવા સમાજ,જયંતીભાઈ જેરાજભાઈ પટેલ-પ્રમુખ,કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન- જોધપર નદી વગેરે સૌએ આ સમારોહની સફળતા માટે પોતાની શુભેચ્છા પાઠવેલ.સમગ્ર સમારોહનું સફળ સંચાલન અને એન્કરિંગ કારોબારી સભ્ય હર્ષદભાઈ ટી.મારવાણિયા દ્વારા કરવામાં આવ્યું.આભારદર્શન કારોબારી સભ્ય શૈલેષભાઇ એ.ઝાલરીયા દ્વારા પ્રસ્તુત થયું.આ સમારોહને સફળ બનાવવા માટે ફોરમ પરિવારના સર્વે કારોબારી સભ્યશ્રીઓ,સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ, જુદી જુદી સમિતિના કન્વીનરશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી.અંતમાં સ્વરૂચી ભોજન સાથે આ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW