કચ્છ ભચાઉ હાઈવે પર આવેલ એક હોટેલમાં ગ્રાહકો પાસેથી ઉઘાડી લુંટ વીડિયો વાયરલ
કચ્છ ફુડ વિભાગ તોલમાપ વિભાગ કે પછી ગ્રાહક સુરક્ષા ખાતાની હાઈવે પરની હોટેલ પર મીઠી નજર!!જેવો ઘાટ લુંટો ભાઈ લુંટો કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા ગ્રાહકોને લૂંટતા હોટેલ માલીકોની લાલીયાવાડી રોકવા તંત્ર ક્યારે જાગશે? સો મણનો સવાલ
કચ્છ ભચાઉ હાઈવે પર આવેલ શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ નામની હોટેલમાં એસટી બસ મુસાફરો હોય કે અન્ય સહેલાણી ટૂરિસ્ટો પાસેથી હોટેલ સંચાલકો ખાણીપીણીના મનફાવે તેવા પ્રિન્ટ કરતા વધુ ભાવો પડાવી ઉઘાડી લુંટ કરતા હોવાનો સોશિયલ મીડિયામાં એક મુસાફરે વીડિયો વાયરલ કરતા કચ્છ તંત્રના આબરૂના ધજાગરા ઉડાવી ભરનિદ્રામાં રહેલા કચ્છના ગ્રાહક સુરક્ષા સહીતના વિભાગોનુ મુસાફર જાણે ચીરહરણ કર્યા જેવો તાલ સર્જાયો છે અને રોષ સાથે કહેવું પડે કે લુંટો ભાઈ લુંટો કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા આ ઉક્તિને શરમજનક સ્થિતિમાં મુકી હોટેલ માલીકો જાણે બેફામ બન્યા હોય તેમ મુસાફરો પાસેથી ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે કચ્છ જિલ્લામાં અનેક એવા સ્થળો છે જ્યાં સરકાર દેશ વિદેશથી આવતા લોકોને અગવળતા ન પડે તેવા પ્રયાસો કરે છે પરંતુ આવા લેભાગુ લૂંટારા હોટેલ સંચાલકો ખાણીપીણીના મનફાવે તેવા ભાવો પડાવી પ્રિન્ટ કરતા બમણી રકમનો લઈને કચ્છ તંત્રના આબરૂના ધજાગરા કરી રહ્યા છે જેથી બહારથી કચ્છ આવતા લોકોને કડવો અનુભવ થતા હોટેલ સંચાલકો સામે રોષ ભભુકી ઉઠયો છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો બાદ તંત્ર સફાળુ જાગશે કે કેમ તે આવનાર સમયમાં જાણવા મળશે