વિકાસકાર્યોને લગતા વિવિધ મુદ્દે ધારાસભ્યશ્રીઓએ રજૂઆત કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા આયોજન ઘડી કાઢવા સુચનો કર્યા
આજરોજ તા.૧૫-૦૩-૨૦૨૪ ના રોજ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે માર્ચ માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન દબાણ,પેટા કેનાલ, નગરપાલિકાના વિસ્તારના રસ્તાઓની મરમત કરવી, પીવાના પાણીની સુવિધા વધારવી તેમજ આરોગ્યને લગતા તમામ પ્રશ્નો, શાળાના ઓરડાઓ, ગામડાઓમાં એસ.ટી બસની સુવિધા વધારવા સહિતના પદાધિકારીઓને સૂચના આપી વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
સર્વે ધારાસભ્યશ્રીઓએ એક સૂરમાં વિકાસ કાર્યોમાં સક્રિય સહભાગી થવા અને નિયમોનુસાર કામગીરી કરવા અધિકારીશ્રીઓને અપીલ કરી હતી.





