Saturday, June 14, 2025

મોરબી પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા પાંચ ઈસમોને પાસા તળે જેલ હવાલે કર્યા

Advertisement
Advertisement
Advertisement

લોકસભાની ચુંટણી અનુસંધાને પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા
આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આર્દશ આચાર સહિતાનો અમલ થાય. તે હેતુથી મોરબી જીલ્લા એલ.સી.બી. તથા તમામ પો.સ્ટે.ના થાણા અધિકારીઓને પ્રોહિબીશનની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરતા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમો સિંકદર ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર (મિંયાણા) ઉવ-૨૨ રહે. મોરબી વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ, મુળ રહે.કાંજરડા તા.માળીયા મી.જી.મોરબી પોરબંદર જેલ હવાલે, સાહિલ ઉર્ફે સવો રહેમાનભાઇ ચાનીયા (સંધી) ઉવ-૨૦ રહે.મોરબી કાલીકાપ્લોટ, સાયન્ટીફીક રોડ, શેરી નંબર-૧૧ તા.જી.મોરબીવાળો અમદાવાદ જેલ હવાલે, હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા (ભરવાડ) ઉવ-૨૪ રહે.મોરબી, કુબેર ટોકીઝ પાછળ,ધાર ઉપર, મફતીયાપરાવાળો લાજપોર સુરત જેલ હવાલે, યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા ઉવ-૨૪ રહે.અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબીવાળો વડોદરા જેલ હવાલે, તથા કિશનભાઇ પ્રવિણભાઇ લવા ઉવ-૨૩ રહે.જેપુર ત્રીમંદિર સામે, બ્રહમપુરી સોસાયટી, તા.જી.મોરબીવાળો વડોદરા જેલ હવાલે કરાયો પાંચે ઇસમો વિરુધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમોની સત્વરે અટકાયત કરવા સારૂ જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સામાવાળાઓને પકડી ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW