મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી

Advertisement
Advertisement
Advertisement

રંગોળીના રંગો સંગે મતદાન જાગૃતિનો સંદેશ

મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો મોરબી જિલ્લા વહીવટી તંત્ર પણ ૧૦૦ % મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે જેમાં બહેનો મહેંદી, ઘરમાં રંગોળી દોરી, ધંધાર્થીઓ પોતાના વ્યવસાયમાં મતદાન જાગૃતિ માટે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે તો જિલ્લા કલેકટર કચેરીમાં પણ મતદાન જાગૃતિ માટે સુંદર અને વિશાળ રંગોળી દોરવામાં આવી છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ માટે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ માં રંગોળી દોરવામાં આવી છે જેમાં “મારો મત મારો અધિકારનું” સ્લોગન લખવામાં આવ્યું છે. કલેકટર કચેરીમાં નાગરિકો પોતાની સુવિધા અને કામો લઈને આવતા હોય છે ત્યારે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ માં મતદાન જાગૃતિ માટે દોરવામાં આવેલ રંગોળી જોઈને મતદાન જાગૃતિ આવે તે માટે આ રંગોળી દોરવા આવી છે.

આપણું લક્ષ ૧૦૦ ટકા મતદાનની થીમ પર આ રંગોળી શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે. જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા સહિતનાએ રંગોળી નિહાળીને લોકોને મતદાન અવશ્ય કરવા સંદેશો પાઠવ્યો તેમજ રંગોળી બનાવનાર શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW