મોરબી સહિત ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૪૫૦ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી ત્રીજી આંખ નજર રાખશે

Advertisement
Advertisement
Advertisement

આવતીકાલે ૭ મે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ ૮૮૯ મતદાન મથકો આવેલા છે. જેમાંથી ૪૫૦ મતદાન મથકોની વેબ કાસ્ટીંગ કરવામાં આવશે જેમાં મોરબીમાં ૧૫૧, ટંકારામાં ૧૪૬ અને વાંકાનેરમાં ૧૫૩ મતદાન મથકો આવેલા છે. મોરબી જિલ્લામાં ૪૫૦ મતદાન મથક પર વેબકાસ્ટિંગ માટે સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ વેબ કાસ્ટીંગ નોડલ અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી રમેશ ગોહિલ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW