*સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયા ની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી*
સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયા ની ત્રિમાસિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર પત્રકાર યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
આ તકે યોગેશભાઈ રંગપડીયા, સંજયભાઈ પટેલ, ગૌતમભાઈ પટેલ, અભયભાઈ પટેલ સહીતનાઓએ ઉપસ્થિત રહી, તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. તે ઉપરાંત જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.