Wednesday, January 22, 2025

ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે 92 મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન

Advertisement

*મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરનું ટંકારાના કડવા પાટીદાર સમાજવાડી ખાતે સમાપન*

મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો,યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર આગામી તા.12.05.24 થી તા.22.05.24 સુધી સાંજે 7.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી દશ દિવસની શિબિર યોજાઈ હતી.જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી *પ્રાણાયામ* – *ધ્યાન* – *યોગ્ય ખોરાકની સમજ* – *યોગાસન* – *આંતરિક સમજણ* સદા આંનદમાં રહેવાની કળા.સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે, SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા 120 જેટલા સાધકો અને સ્વંયમ સેવકો વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા પોતાનું જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાયા હતા અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે SSY શિબિરનું આયોજન કરવામાં આવેલ, સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી ખાતે દશ દિવસની શિબિર અને તા.23.05.24 થી તા.26.05.24 ચાર દિવસ એમ 14 દિવસીય પૂર્ણ થઈ જેમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે જ્ઞાન મેળવ્યું, યોગ પ્રાણાયામ શીખ્યાં તેમજ સરળ અને સમૂહ જીવન જીવવામાં આનંદ, શારીરિક માનસિક તંદુરસ્તી, સંબંધોમાં સુમેળ સાધવા, નિર્ણય લેવાની આંતરિક સૂઝ,જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કર્યું હતું. શિબિરને સફળ બનાવવા તમામ યોગ ટીચર્સ તેમજ તમામ વૉલીએન્ટર અને સાધકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. સુંદર મજાની વ્યવસ્થા પુરી પાડવા બદલ સ્વામિનારાયણ સંસ્કાર ધામ અને ટંકારા કડવા પાટીદાર સમાજ વાડી આ બંને સંસ્થાનો તમામ સાધકોએ આભાર પ્રકટ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW