મોરબી પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૦૯/૨૦૧૧ આઇ.પી.સી.કલમ-૩૨૬,૩૨૫,૫૦૪, ૧૧૪ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી રામનિવાસ શિવરામ લોવી રહે. લાંબા તા.બીલાડા જી.જોધપુર વાળો હાલે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ જે.ટી.સી.રોડ લાયન્સ ખાતે આવેલ હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે રફાળેશ્વર જે.ટી.સી.રોડ ખાતે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી રામનિવાસ સ/ઓ શિવરામ ભીકારામ લોલ જાતે બિશ્નોઇ ઉ.વ. ૩૬ ધંધો ડ્રાઇવીંગ રહે. લાંબા ગામ બાયાસા કા થાન કે પાસ તા.બીલાળા જી.જોધપુર (રાજસ્થાન) વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, ની કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ને સોપી વધુ કાર્યવાહી હાથ ઘરેલ