મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સન ફલાવર કારખાના સામે બાવળની કાંટમાંથી ઇગ્લીશ દારૂ – બીયરની કુલ – ૯૧ બોટલો સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીને આધારે મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં સન ફલાવર કારખાના સામે બાવળની કાંટમાં સોનુભાઇ અમલીયાર વાળો ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવેલ હોવાની મળેલ ખાનગી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમ ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયરના ટીન સગેવગે કરતા જોવામાં આવતા ઇસમ સોનુભાઇ અમરૂભાઇ અમલીયાર ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે-કલીપુર થાના-કલ્યાણપુરા પોસ્ટ ઓફિસ-ભગોર જી.જાંબુઆ મધ્યપ્રદેશવાળાને પકડી પાડી આરોપી પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૭ કિ.રૂ.૩૯,૯૫૦/- તથા બીયરના ટીન નંગ-૪૪ એમ ઇગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ-૯૧ કૂલ કિ.રૂ.૪૪,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.