(અહેવાલ: મયંક દેવમુરારી)
રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ સરકારમાંથી આદેશ છૂટતા ની સાથે મોરબી નગરપાલિકા તેમજ ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ હોસ્પિટલો લેબોરેટરીઓ તેમજ જીમ ગેમજોન સહિતની જગ્યા એ ફાયર સેફ્ટી છે કે કેમ? સંચાલકો દ્વારા તેનું પાલન થાઈ છે કે કેમ? સહિત ની મોરબી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દર્દીઓ ની સુરક્ષા સાથે ચેડાં કરતી મોરબી ની અમુક હોસ્પિટલોમાં ફાયર NOC તેમજ બિયુ સર્ટી જ નોહતા તેમ છતાં આટલા વર્ષો થી હોસ્પિટલો ધમધમતી રહી!! પણ રાજકોટ માં જે અગ્નિકાંડ થયો તેના પછી સરકાર ને જ્ઞાન આવ્યું અને તપાસ ના આદેશ આપવામાં આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો લાલિયાવાડી ચાલી રહી છે મોરબી ફાયર વિભાગ ન. પા. દ્વારા સર્ચ કરતા મોરબી ની ABO લેબોરેટરી , ઓમ ENT હોસ્પિટલ તેમજ પરમેશ્વર પ્લાઝમા આવેલ અમૃતમ હોસ્પિટલ,મારુતિ હોસ્પિટલ, માધવ હોસ્પિટલ, શ્રી બ્લડ બેંક સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ કોમ્પલેક્ષ આવેલ હોસ્પિટલ માં હાલ ઓપીડી બંધ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં જે દર્દીઓ એડમિટ હોય તમને રિચાર્જ કર્યા પછી હોસ્પિટલે સિલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
પ્રશ્ન
૧) શું આટલા વર્ષો થી ચાલતી ફાયર NOC તેમજ બિયું સર્ટી વગર કેવી રીતે હોસ્પિટલ ચાલુ રહી?
૨) શું ફાયર NOC વગર ધમધમતી હોસ્પિટલ કે લેબોરેટરી ઉપર પોલીસ કેસ કરાશે કે પછી સિલ મારી સંતોષ માની લેવાશે?
૩) મોરબી માં રાજકોટ જેવો મોટો અગ્નિકાડ સર્જાયો હોત તો જવાબદાર કોણ હોત?