મોરબી ઝુલતા પુલ પાસે મચ્છુ નદીમાં થતા બાંધકામ અંગે નોટીસ પાંચ દિવસમા ખુલાશો આપવા કલેકટરનો આદેશ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મચ્છુ નદીના પટમાં બાંધકામ અંગેની રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યા બાદ નોટીસ ફટકારી ને પાંચ દિવસમાં જગ્યાના કબ્જા હક સહીતનો અહેવાલ રજુ કરવા તાકીદ કરાઇ

મચ્છુ નદીના પટમાં ઝુલતા પુલની દુર્ઘટના સર્જાયલ તે જગ્યાએ હાલમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા થઈ રહેલ બાંધકામ બાબતે સંદર્ભ તળેની અરજીથી રજુઆત કરવામાં આવેલ છે. સદરહું રજુઆતમાં સવાલવાળુ બાંધકામ મચ્છુ નદીની પહોળાઈ ઘટાડી થઈ રહેલ હોવાનું જણાવેલ છે.

સબબ, સદરહું રજુઆત અન્વયે સવાલવાળી જગ્યાની સ્થળ તપાસ કરી, થઈ રહેલ બાંધકામ નદીના નોટીફાઈડ એરીયામાં થાય છે કે કેમ ? તથા સદરહું બાંધકામના કારણે નદીના કુદરતી પ્રવાહને તથા પુરના સમયે બાંધકામના કારણે કોઈ દુર્ઘટના સર્જાવાની શક્યતા રહે કે કેમ ? તે બાબતે તેમજ ભુતકાળમાં નદીમાં છોડવામાં આવેલ પાણીના પ્રવાહનું લેવલ વિગેરે બાબતો ધ્યાનમાં લઈ હકીકતલક્ષી અહેવાલ અત્રેને દિન-૫ માં બિનચુક મોકલી આપવા જણાવવામાં આવે છે.

થોડા સમયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવાની હોય, આ અંગે ટોચ અગ્રતા આપી સમયમર્યાદામાં અહેવાલ મોકલી આપવા જણાવવામાં આવે છે. સમયમર્યાદામાં અહેવાલ નહી મળ્યેથી ભવિષ્યમાં જવાબદારીના પ્રશ્નો ઉપસ્થિત થશે તો આ અંગે આપની અંગત જવાબદારી થશે. જેની નોંધ લેશો.તેમ નોટિસ માં જાણવામાં આવ્યું હતું

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW