મોરબી એલસીબી પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, હીતેષભાઇ ખીમજીભાઇ ચાવડા રહે. માટેલ ગામની સીમ મા માટેલ થી લાકડધાર જતા રસ્તે કયુરો વીટ્રીફાઇડ સીરામીક પાછળ આવેલ વાડીમાં પોતાની વાડીના સેઢે આવેલ પોતાના કબજા ભોગવટાવાળી દુકાનમાં ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઉતારેલ છે. અને તે હાલે આ ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરે છે. તેવી ચોકકસ હકિકત હકીકત આધારે રેઇડ કરતા આરોપીના કબજા ભોગવટા વાળી દુકાનમાંથી નીચે જણાવ્યા મુજબનો ગે.કા. પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મળી આવતા વાંકાનેર તાલુકા પો.સ્ટે. પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
– પકડાયેલ આરોપીનું નામ સરનામુ –
૧. હીતેષભાઇ સ/ઓ ખીમજીભાઇ ચાવડા ઉ.વ. ૨૧ રહે. માટેલ સીમ તા.વાંકાનેર જી.મોરબી
> પકડવાના બાકી આરોપીના નામ સરનામા –
૧. ગોપાલભાઇ ગીંગોરા રહે. ઢુવા તા.વાંકાનેર જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કીની બોટલો નંગ-૨૩૦ કિ.રૂ.૬૯,૦૦૦/-
(૨) ગ્રીન લેબલ રીય બ્લેન્ડ વ્હીસ્કીની બોટલો નંગ-૨૩૪ કિ.રૂ.૭૦,૨૦૦/-
(૩) કીંગફીશર સુપર સ્ટ્રોંગ ૫૦૦ મીલીના ટીન નંગ-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/-
(૪) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ બોટલો નંગ-૪૬૪ પેટીઓ નંગ-૩૮ કિ.રૂ.૧,૩૯,૨૦૦/- બીયર ટીન નંગ-૧૨૦ પેટીઓ નંગ-૦૫ કી.રૂ. ૧૨,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૫૬,૨૦૦/- નો મુદામાલ