ઇંગ્લિશ દારૂની બોટલો ૧૫૬ કિ.રૂ.૬૨.૪૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૩,૭૨,૪૦૦/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્કોડ મોરબી
મોરબી એલસીબી ના ASI હીતેન્દ્રસિંહ ચુડાસમા, રામભાઈ મંઢ તથા HC દશરથસિંહ ચાવડાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મુળરાજસિંહ નવલસિંહ ઝાલા રહે. વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી વાળો પોતાના રહેણાંક મકાન સામે શેરીમાં ઇનોવા કાર નંબર-GJ-03-ER-6826 વાળીમાં ગે.કા. રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરે છે. અને હાલે તેની પ્રવૃતિ ચાલુ છે.જે ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા મુદામાલ સાથે એક આરોપી તેમજ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૧૫૬ કિ.રૂ. ૬૨,૪૦૦/- તથા અન્ય મુદામાલ સાથે મળી આવતા વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી પોલીસે કરેલ છે.
– પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) મુળરાજસિંહ નવલસિંહ ઝાલા ઉ.વ. ૪૨ ધંધો વેપાર રહે. હાલ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ વેગડવાવ તા.હળવદ જી.મોરબી,
> પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) થોભણભાઇ રહે. સુરેન્દ્રનગર
> પકડાયેલ મુદામાલની વિગત –
(૧) DSP બ્લેક ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૯૬ ની કિ.રૂ.૩૮,૪૦૦/-
(૨) આઇકોનીક વાઇટ ફાઇનેસ્ટ ગ્રેઇન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૬૦ ની કિ.રૂ. ૨૪,૦૦૦/- આમ, કુલ બોટલો નંગ -૧૫૬ (પેટી નંગ-૧૩) કિ.રૂ.૬૨,૪૦૦/-
(૩) ઇનોવા કાર નંબર-GJ-03-ER-6826 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-
(૪) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩,૭૨,૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.