(અહેવાલ મયંક દેવપુરારી)
મોરબી યુવાને પૈસા માંગ્યાને મળ્યું મોત મિત્ર પાસે પૈસા માંગતા ગળેટૂંપો દયને ઢીમ ઢાળી દીધુ મિત્રનુ એક મહીને પાપ છતું થયુ
મોરબી એલસીબી ટીમે ૧૮ લાખ માંગનાર મિત્રની લાશને એક મહીને માણેકવાડા પાસેથી ખેતરના શેઢે જમીનમાં દાટેલી લાશ બહાર કાઢી ઠંડા કલેજે કરેલ હત્યાનો ભેદ ઉકેલાયો
પૈસો શું નથી કરાવતો મોરબી જિલ્લામાં પૈસાની માયાજાળમાં ફસાયેલા કાતિલ મિત્રએ મિત્રનું ઢીમ ઢાળી જમીનમાં દાટી દીધો કૃષ્ણ સુદામા જેવી મિત્રતા કળીયુગી મિત્ર નિભાવી ન શક્યો દગો કરી ગળેટૂંપો દયને મોતને ઘાટ ઉતારી દીધો
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ
વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ ગઇ તા.૨૫/૬/૨૦૨૪ ના રોજ મરણજનાર જીતેન્દ્ર રમેશભાઇ કૈલા રહે.હળવદ આસોપાલવા સોસાયટી વાળા તેમના મિત્ર જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે.મોરબી વાવડીરોડ ભકિતનગર સોસાયટી
મુળરહે.ખાખરાળા તા.મોરબી વાળાની વાવડીરોડ કબીરઆશ્રમ સામે સતનામ કોમ્પલેક્ષમા આવેલ
ઓફીસે ઉછીના આપેલ પૈસા લેવા માટે ગયેલ હોય અને એ દરમ્યાન આરોપી જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયાએ મરણજનારના પત્ની ને વીડીયો કોલ કરી તેમના પતિને રૂ.૧૦,૦૦,૦૦૦/-આપેલ હોવાનુ કહી ફોન કાપી નાખેલ હતો ત્યારબાદ મરણજનાર નિત્યક્રમ મુજબ સાંજના સમયે તેમના ઘરે નહી પહોચતા તેમના ઘરના સભ્યોએ મરણજનારને ફોન કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી તેમના
પરીવાર ના સભ્યોએ આરોપી જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયાને તેમના પતિ બાબતે પુછતા તેને જણાવેલ કે તેમના પતિ જીતેન્દ્રભાઇ કૈલા મારી ઓફીસથી બપોરના ચાર વાગ્યાના નીકળી ગયેલ હોવાની વાત
કરેલ અને આરોપીએ કહેલ કે હુ તમારી ટીંબડીના પાટીયે આવેલ ઓફીસ જોય આવુ તેમ કહી આરોપી
મરણજનાર જીતેન્દ્રભાઇ કૈલાની ઓફીસે જોવા ગયેલ અને તેમના પત્નીને જાણ કરેલ કે તમારી ઓફીસ
નો કાચનો દરવાજો બંધ છે શટર ખુલ્લુ તેમ ફોન કરી વાત કરેલ હતી ત્યારબાદ બીજા દિવસે
મરણજનારના ભાઇની હળવદ પોલીસ સ્ટેશન ખાતે તેમના ભાઇ ગુમ થયેલની અરજી આપવા ગયેલએ
સમયે મરણજનાર નુ મોટરસાયકલ નીચીમાંડલ ગામથી મળી આવેલ હતુ સદરહુ મોટરસાયકલ ના
સાઇડ ગાર્ડમા મરણજનાર નુ હેલ્મેટ લટકાડેલ મળી આવેલ હતુ ત્યારબાદ સદરહુ ગુમ અરજી હળવદ
પોલીસ સ્ટેશનથી મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્ટેશન ટ્રાન્સફર થતા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ખાતે
ગુમ જાણવા જોગ દાખલ કરવામા આવેલ હતી અને તપાસ દરમ્યાન છેલ્લે ગુમથનાર જીતેન્દ્રભાઇ
રમેશભાઇ કૈલા રહે.હળવદ વાળો આરોપી જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે.મોરબી વાવડીરોડ
ભકિતનગર-૧ સોસાયટી વાળાની ઓફીસથી નીકળયા બાદ ગુમ થયેલ હોય જેથી તેમની ઓફીસની
આજુબાજુ ના સી.સી.ટીવી. કેમેરા ચેક કરતા ગુમથનારના કપડા પહેરેલ વ્યકિત મોટરસાયકલમાં હેલ્મેટ
પહેરેલ હાલતમાં નિકળતો જોવામા આવતો હોય જેથી આગળ આગળ મોટરસાયકલ મળી આવેલ ત્યા
આજબાજુના સી.સી.ટી.વી તથા મોરબી શહેરમા લગાવવા મા આવેલ નેત્રમ પ્રોજેકટ હેઠળના
સી.સી.ટી.વી. કેમેરા થી ગુમથનારને ટ્રેસ કરતા સદરહુ મોટરસાયકલ ગુમ થનાર લઇ ગયેલ નહી પરંતુ
જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા લઇ ગયેલ હોવાની હકિકત જણાતી હોય તેમજ ગુમથનાર ના પરીવારના
સભ્યોને આ બધા સી.સી.ટી.વી અવાર નવાર દેખાડતા મોટરસાયકલ મા જતો ઇસમની ઉચાઇ તેમજ
ચાલવાની સ્ટાઇલ તેમના ભાઇની નહી હોવાનુ તેમના પરીવારના સભ્યો એ જણાવતા તેમજ
મરણજનારના પત્નીએ તા.૨૬/૬/૨૦૨૪ ના રોજ રાત્રીના આરોપી જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયાને
વોટસઅપ મેસેજ કરી જણાવેલ કે તેમના પતિને છોડી દયો નહીતર તે આત્મહત્યા કરી લેશે તેવો મેસેજ કરતા તેજ રાત્રીના તા.૨૭/૬/૨૦૨૪ ના રાત્રીના આશરે સાડાબાર વાગ્યે ગુમથનારના મોબાઇલ માથી
મેસેજ આવેલ કે “સોરી વર્ષો હુ IPLમા આવી ગયો તો એટલે મારે જાવુ પડયુ ભાઇને બધી વાત કરી દીધી છે.૬ મહીના પછી તને મોક્ષ ને લઇ જાઇશ” તેવો મેસેજ આવેલ તેમજ તેમના ભાઇ શૈલેષભાઇ મા પણ મેસેજ આવેલ હતો જે ગુજરાતીમા ટાઇપ કરેલ હતો જેથી તેમના પરીવારને શંકા ગયેલ કે તેમના પતિ જીતેન્દ્રભાઇ કૈલા ગુજરાતીમા કયારેય મેસેજ લખતા નથી તેમજ ગુમથનારનુ મોટરસાયકલ મળેલ ત્યારે હેલ્મેટ મોટરસાયકલ ની સાઇડમા લગાવવામા આવેલ હતુ પરંતુ ગુમથનારની આદત હેલ્મેટને મોટરસાયકલના સાઇડ ગ્લાસ ઉપર રાખવાની હોય તે બાબતે પણ તેમના પરીવારને શંકા ગયેલ જેથી આ જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયાની તે દિવસની હિલચાલ જોતા શંકાસ્પદ જણાય આવેલ હતી જેથી ગુમથનારના ભાઇ શૈલેષભાઇ રમેશભાઇ કૈલા રહે.હળવદ આશોપાલવ સોસાયટી સરા રોડ વાળાએ ફરીયાદ જાહેર કરતા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૩૨૪ ૧૨૧૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૪૬,૩૬૫,૩૬૮,૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭, મુજબ ગુન્હો રજી કરવામા આવેલ હતો
આ ગુમની તપાસમા મોરબી સીટી એ ડીવીજન પોલીસ તથાએલ.સી.બી. મોરબી બ્રાન્ચ નાઓએ સંયુકત રીતે નીચમાંડલ, મોરબી, નાનીવાવડી, બગથળા તથા મોરબી નેત્રમ સી.સી.ટી.વી મળી કુલ.૨૦ થી ૩૦ જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરેલ જેના પરથી એવુ જાણવા મળેલ આકામના આરોપી વાવડી ખાતે આવેલી પોતાની ઓફીસેથી નીકળી નીચે માંડલ ગામ પાસેથી જયા મોટરસાયકલ મળેલ હતુ તે જગ્યાએ જઇ ત્યા મોટરસાયકલ તથા હેલ્મેટ મુકી ત્યાથી રીક્ષામા બેસી અને જુનાબસસ્ટેન્ડએ આવેલ અને જુનાબસસ્ટેન્ડ થી બીજી રીક્ષા બંધાવી પોતાની વાવડી ખાતેની ઓફીસે આવેલ તેમજ એ પણ જાણવા મળેલ પોતાની ઓફીસની સીડી નીચે ઉતરતી વખતે બંને બાજુ સી.સી.ટી.વી કેમેરાથી કવર હોય જો આરોપી ઓફીસની બહાર જ ન નિકળેલ હોય ફરીથી તેની ઓફીસ નીચેથી સીડી વાટે સાંજના સાડા છ વાગ્યે ઉપર જતો દેખાય છે.જયા પોતાની ઓફીસે આવવા જવા માટે ફકત એકજ રસ્તો હોય તેનાથી એ નક્કી થયેલ કે આરોપી પોતેજ ગુમથનારનુ હેલ્મેટ પહેરી મોટરસાયકલ લઇ જતો રહેલ તેમજ સાંજના કલાક.૬/૦૦ વાગ્યે સદરહુ આરોપી લાલકલરના ટીશર્ટ પહેરેલ હાલતમા મોઢેમાસ્ક બાંધીને જુનાબસસ્ટેન્ડ થી પોતાની ઓળખ છુપાવવા માટે નિકળેલ પરંતુ આરોપીએ તા.૨૧/૬/૨૦૨૪ ના રોજ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે એવી અરજી આપેલ હતી કે તા.૨૦/૬/૨૦૨૪ ના કલાક.૪/૦૦ થી કલાક.૬/૩૦ સુધી હુ મારી ઓફીસે હાજર હતો તેમજ આ કામનો ગુમથનાર પોતાના રૂ.૧૦,૦૦,૦૦૦/- લઇને નીકળી ગયેલ તેવી વિગત અરજીમા જણાવેલ હતી
ગુમની તપાસ દરમ્યાન એવી હકિકત જાણવા મળેલ કે આરોપીના મોબાઇલમાથી મળી આવેલ સોદાખત બાબતે તપાસ કરતા સોદાખતમા લેનાર તરીકે જીતેન્દ્ર રમેશભાઇ કૈલા હોય તેમજ સોદાખતમા જણાવેલ રવાપરના સર્વેનં.૬ર પૈકી ૭ (ખાતાનં.૨૬૭) વાળાના માલીક ગણેશભાઇ લખમણભાઇ પટેલ ને આ સોદાખત બાબતે પુછપરછ કરતા તેને આવુ કોઇ સોદાખત કરી આપેલ નહોય તેમજ વેચનાર તરીકે જે આધારકાર્ડ નો ઉપયોગ થયેલો તે આધારકાર્ડ નં.”૭૪૨૧ ૬૬૮૫ ૨૨૮૭” ના આધારકાર્ડ પટેલ ગણેશભાઇ લક્ષ્મણભાઇ ના નામનુ ખોટુ બનાવટી હોવાનુ જાણવા મળેલ કારણ કે પોલીસ તપાસ પરથી એવુપણ જાણવા મળેલ કે ઉપરોકત આધાર નંબર છે તેમા પ્રથમ ચાર અંક તથા
છેલ્લા ચાર અંક આગળ પાછળ કરી જીતેન્દ્ર ગજીયાએ પોતાના આધારકાર્ડ નંબર “૨૨૮૭ ૬૬૮૫ ૭૪૨૧”
ના આધારકાર્ડ મા નંબર ચેન્જ કરી બનાવેલ હતુ અને આવુ કોઇ લખાણ નોટરી રૂબરૂ કરેલ નહતુ ખોટુ
સોદાખત બનાવેલ હોવાની હકિકત તપાસ દરમ્યાન જાણવા મળેલ હતી અને આ સોદાખત બાબત ના
રૂપીયા.૧૦,૦૦,૦૦૦/- મરણજનાર પાસેથી લીધેલ હોવાનુ તેમના પત્નીએ જણાવેલ હતુ
ઉપરોકત હકિકતના આધારે આરોપી જીતેન્દ્રભાઈ આયદાનભાઇ ગજીયા રહે.મોરબી વાવડીરોડ ભકિતનગર-૧ મુળરહે.ખાખરાળા તા.મોરબી વાળાની સદરહુ ગુન્હાના કામેના તા.૨૫/૭/૨૦૨૪ ના કલાક.૨૨/૦૦ વાગ્યે ધરપકડ કરી તમામ મુદાઓ સાથે મોરબી કોર્ટમા રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા આરોપીના દિન-૪ ના રીમાન્ડ મંજુર કરવામા આવેલ હતા જેથી રીમાન્ડ દરમ્યાન આરોપીને ગુમથનાર જીતેન્દ્ર રમેશભાઇ કૈલા કયા છે. તેમજ ઓફીસ નીચે ઉતરી નીચી માંડલ કોણ મોટરસાયકલ લઇને ગયેલ તે બાબતે પુછપરછ કરતા આરોપીએ પોતેજ હેલ્મેટ પહેરી ગુમથનાર નુ મોટરસાયકલ લઇને નીચે માંડલ ગામ ખાતે મુકી આવેલ હોવાનુ જણાવતો હોય પરંતુ તેનુ મર્ડર કરેલ નહી હોવાનુ રટણ કરતો હોય અને દરરોજ અલગ અલગ કહાની બતાવી પોલીસને ગુમરાહ કરતો હોય પરંતુ આરોપીની મનોવૈજ્ઞાનિક ઢબે પુછપરછ કરતા આરોપીએ કબુલાત આપેલ કે તેને જીતેન્દ્ર રમેશભાઈ કૈલાને તેમની ઓફીસ તા.૨૦/૬/૨૦૨૪ ના રોજ દોરી વડે ગળે ટુંપો આપી મારી નાખી તેમની ઓફીસ નીચે પાણીના પરબ થી પાણીની ડોલ ભરી ઉપર લઇ જઇ ઓફીસમા પોતુ કરી તેમનુ મોટરસાયકલ નીચી માંડલ ગામ ખાતે મુકી આવી પરત આવી ઓફીસે આવતો રહી મરણજનારની લાશને ખોખામા ઉભડક પગે રાખી ખોખાને સેલો ટેપથી પેક કરી તેમની સ્કોર્પીયોકાર મા પાછળના ઠાઠામા રાખી મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમા રાત્રીના સમયે રોડ ઉપર ના ખેતરના શેઠે પાણીના નીકાલની ખાઇમા ઉડો ખાડો ગારી દાટી દીધેલ હોવાની કબુલાત આપતા એસ.ડી.એમ. (સુશીલ પરમાર )ની રૂબરૂ મા લાશને બહારકાઢી ફોરેન્સીક પી.એમ. અર્થે રાજકોટ ખાતે મોકલવામા આવેલ છે.તેમજ મળી આવેલ લાશનુ ડી.એન.એ પ્રોફાઇલીંગ કરવાની તજવીજ હાલમાં ચાલુ ๒.
આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) માળીયા (મી) પો.સ્ટે ગુ.ર.નં.ગુ.ર.નં.૦૦૨૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૫૦૬(૨),૧૧૪ ગુજરાત નાણાધીરધાર અધિનીયમની કલમ.૪૦,૪૨ મુજબ
(૨) જેતપુર સીટી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૦૨૦/૨૦૦૬ ઈ.પી.કો કલમ.૩૬૩,૩૬૬,૩૦૨,૨૦૯ મુજબ
પકડાયેલ આરોપી –
(૧) જીતેન્દ્રભાઇ આયદાનભાઇ ગજીયા રહે.મોરબી વાવડીરોડ ભકિતનગર-૧ મુળરહે.ખાખરાળા તા.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
(૧) એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એમ.પી.પંડયા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.તથા એ.વી.પાતળીયા પો.સબ.ઇન્સ તથા રાજદીપસિહ રાણા એ.એસ.આઇ તથા કીશોરભાઇ મકવાણા એ.એસ.આઇ તથા જનકભાઇ છગનભાઇ એ.એસ.આઇ તથા ચકુભાઇ કરોતરા પો.હેડકોન્સ તથા કિશોરભાઇ મિયાત્રા પો.હેડકોન્સ તથા એ.પી.જાડેજા પો.હેડકોન્સ તથા ધર્મેન્દ્રભાઈ વાધડીયા પો.હેડકોન્સ તથા કપીલભાઇ ગુર્જર પો.કોન્સ તથા અરજણભાઇ ગરીયા પો.કોન્સ તથા સિધ્ધરાજસિંહ જાડેજા પો.કોન્સ તથા તથા રમેશભાઇ કાનગડ તથા રાજદીપસિંહ ઝાલા તથા નિર્મળસિહ જાડેજા પો.હેડકોન્સ સાયબર ક્રાઇમ મોરબી તથા આશીફભાઇ રાઉમા પો.કોન્સ એસ.ઓ.જી મોરબી