મોરબી સારવાર અર્થે આવતા દર્દીઓ રોગમુક્ત થશે કે રોગયુક્ત સારવાર માટે આવતા દર્દીઓ બેડ પર જતા પહેલા ગટરના ગંદા પાણીમાં આરોટે તેવો હોસ્પિટલ સામે ઘાટ તંત્રની આબરૂના ધજાગરા
મોરબી શહેરમાં ઠેરઠેર ગટર ઉભરાવાની વર્ષો જૂની પરંપરા આજે પણ પ્રચલિત હોય તેમ ઉભરાઈને આસમાને પહોંચી છે જેને લઈને પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીનો એક એવો રોડ જ્યાં અનેક હોસ્પિટલ આવેલી છે જેમાં દર્દીઓ દૂર દૂરથી સારવાર માટે આવતા હોય છે હા અમે વાત કરી રહ્યા છીએ મોરબીની આશાસ્પદ આયુષ હોસ્પિટલ પાસેની જ્યાં છેલ્લા ૧૫ દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ ઉપર વહેતા થતા સ્થાનિક નેતાની સાથે તંત્રની આબરૂ ગટરના ગંદા પાણીમાં વહેતી થઇ છે! મોરબી નગરપાલિકાએ ગટર સફાઈ માટે લાખોનો ખર્ચો કર્યો છે તેમ છતાં આવી દુર્દશા કેમ ? તેવા સવાલો ઊઠી રહ્યા છે બીજી તરફ સ્વચ્છતાના ફણગા ફુંકતા નેતાઓ આ અંગે જાગૃત થઈને પ્રગટ થાય અને ગટરના ગંદા પાણીનો પ્રશ્ન હલ કરે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી રહી છે જોકે વર્ષોથી પ્રજાના મતો લઈને હવામાં વાતો કરતા નેતાઓ આજદીન સુધી શહેરની ઘણી બધી જગ્યાએ ગટરનો પ્રશ્ન હલ નથી કરી શક્યા!! ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર પહોંચી ગયા પરંતુ મોરબી શહેરમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન સ્થાનીક નેતાઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓ આજદીન સુધી હલ નથી કરી શકયા તે સરકાર તો ઠીક સ્થાનીક નેતાઓ માટે અત્યંત શરમજનક બાબત છે મોરબી જિલ્લાની આશાસ્પદ હોસ્પિટલ ગણાતી આયુષ હોસ્પિટલ સામે જ ગટરના ગંદા પાણી વહેતા થતા દર્દીઓ પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી કે હોસ્પિટલ સતાધીશો આ અંગે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજો આપનારના કાન ભંભોળતા નથી જે શહેરનો વર્ષો જુનો ગટરનો પ્રશ્ન હલ કરવામાં પાલીકા પાંગળી સાબિત થઈ હોય તેમ શહેરના હાર્દ સમા હોસ્પિટલ વિસ્તારમાં જ્યાં અનેક ખ્યાતનામ હોસ્પિટલો આવેલી છે તેવા હોસ્પિટલનુ ઘર ગણાતા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈને આસમાને પહોંચતા દર્દીઓ રોગમુક્ત થવા આવે કે રોગમુક્ત તે ચર્ચાનો વિષય બની ગયો છે આયુષ હોસ્પિટલ ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ માટે એકમાત્ર આશાસ્પદ હોય જેમાં મોરબી જિલ્લાના મોટાભાગના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યાં જ ગટરના ગંદા પાણીએ માજા મુકતા ગટર તારા વહેતા પાણી તંત્રની ખુરશી હેઠળ રેલો આવશે ત્યારે બંધ થશે કે પછી ફાંકા ફોજદારી કરતા નેતા આ બાબતે કાંઈ ઘટતું કરશે મોટી મોટી વાતો કરતા નેતાઓ મોરબી શહેરની હોસ્પિટલ વિસ્તારમાં જો ઝાંખીને જોવે તો વિકાસની વાતો કરતા નેતા અને સરકારના સ્વચ્છ અભિયાનની ધજજીયા ઉડાડતી ઉભરાતી ગટરો સરકારના તમામ દાવા અહી પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવો ઘાટ જોવા મળે છે જે તંત્ર માટે અને સ્થાનિક નેતાઓ માટે શરમજનક બાબત માનવામાં આવે છે જે ગટરના ગંદા પાણી છેલ્લા પંદરેક દિવસથી રોડ પર વહેતા હોવા છતાં આંખ આડા કાન કરતી પાલીકા આ અંગે કેમ મૌન છે! તેવી લોકચર્ચા હાલ ચર્ચાના ચકડોળે ચઢી સારવાર અર્થે આવતા દર્દીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે અત્રે ઉલ્લેખનીય છેકે બણગાં ફુંકતા શહેરના નેતા હોય કે પ્રતિનિધિ કે પછી સરકારી અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડી આડા ફાટયા હોય તેમ પ્રજાને કનડતો ગટરનો પ્રશ્ન હલ તો ઠીક પરંતુ હોસ્પિટલ વિસ્તારમાં ઉભરાતી ગટરોને બંધ કરવાની તસ્દી ન લેતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે ત્યારે છેલ્લા પંદર દિવસથી ઉભરાતી ગટરો બંધ કરે તેવી લોકમાંગ ઊઠી રહી છે જેથી તંત્રના ઊંઘતા અધિકારીઓ અને સરકારના લાડકા નેતાઓ વહેલી તકે આ અંગે ઘટતું કરે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે