Thursday, January 23, 2025

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરાયું

Advertisement

એક પેડ મા કે નામ અભિયાન હેઠળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-૨૭ પર અમરનગર ગામે હાઇવે ચેનેજ નંબર 250 + 700 પર બામણબોર-ગારામોર પ્રોજેક્ટ પર *એક પેડ માં કે નામ* અને *મિયાવાકી વૃક્ષારોપણ* કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ‌ દરમિયાન 300 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જે માટે માતાના નામે એક વૃક્ષ વાવીને તેને બચાવવાનો સંકલ્પ કર્યો હતો. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે ઉપસ્થિત તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન શ્રી અમરનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને મોરબી તાલુકા પોલીસ ટીમ ના સંકલન સાથે નેશનલ હાઇવે પર કાર્યરત બામણબોર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ ના પ્રોજેક્ટ હેડ – પિયુષ રાવલ જી, સેફ્ટી મેનેજર – શ્રીરામ જી, મેઈન્ટેનન્સ મેનેજર – શૈલેષ ત્રિપાઠી જી, ટોલ મેનેજર – હવા સિંહ જી, રવિન્દ્ર જી, સંતલાલ જી, ઉદય જી, ત્રિનાદ જી, પ્રોજેક્ટ મેનેજર વરુણ શર્મા જી, ઈન્સીડેન્ટ મેનેજર રેનીશભાઇ જાફરાણી, રાષ્ટ્રીય રાજમાર્ગ પર ના ઈન્ડિપેન્ડન્ટ એન્જીનીયરીંગના અનિલ જી, અનુજ જી તેમજ સમગ્ર ટીમ હાજર હતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW