Tuesday, May 20, 2025

જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા માળીયા સામખિયાળી હાઈવે પર અસરગ્રસ્ત સ્થળે

Advertisement
Advertisement
Advertisement

*જાનમાલની સલામતી એજ સરકારનો ધ્યેય : મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા*

*હાઇવે પર જ્યાં પાણી ચડવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો તે સ્થળે પહોંચી મંત્રીએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું*

મોરબી જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ અને આજના દિવસે પણ રેડ એલર્ટને પગલે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મોરબી જિલ્લામાં સ્થિતિનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે મંત્રી માળીયાના હરીપર પાસે સામખિયાળી થી માળીયા હાઈવે પર જ્યાં મચ્છુ નદીના પાણી ચડવાના કારણે નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે, તે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીએ સ્થળ પર પહોંચી ત્યાં ફરજ પરના અધિકારીઓ સાથે રસ્તા પર પાણી ચડ્યા બાદ કેવી સ્થિતિ સર્જાઈ, કેવી રીતે લોકો ફસાયા, તેમને રેસ્ક્યું કેવી રીતે કરાયું, હાલ પાણીનું લેવલ, સંભવિત કેટલા સમયે વાહન વ્યવહાર ફરી શરૂ કરી શકાય એમ છે વગેરે બાબતે ચર્ચા કરી હતી

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW