(અહેવાલ : મયંક દેવમુરારી)
માળિયા મિયાણા ના આવેલ કુદરતી આફત ના લીધે પુર જેવી સ્થિતિ સર્જાઇ છે અનેક ગામો અને માળિયા માં પાણી ભરાયાં છે ત્યારે મોરબી કચ્છ ને જોડતો નેશનલ હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે અનેક લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડાયા છે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી આજે માળિયા ની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ ગઈકાલથી જ માળિયા તેમજ આજુબાજુના ગામોના પ્રવાસો ખેડી રહ્યા છે મોરબી અનેક સંસ્થાઓ કંપનીઓ અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સેવામાં ખડે પગે છે ત્યારે માળીયા ના હરીપર પાસે આવેલ દેવ સોલ્ટ હર હમેશ દરેક સેવાકિય પ્રવૃત્તિઓમાં આગળ હોય છે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1500 થી 2000 ફૂડ પેકેટ બનાવી માળિયા મામલતદારને સોપલવામાં આવેલ