સુલતાનપુર ખાખરેચી ચીખલી વિસ્તારમાં ઘોડાધ્રોઈ ડેમના ધસમસતા પાણી ખેતરોમાં ફરી વળતા પાંચ શ્રમિકોને બચાવવા આર્મીની મદદ લેવાઈ
માળીયામિંયાણાના ખાખરેચી ગામની સીમમાં ફસાયેલા પાંચ શ્રમિકોને બચાવવા આર્મીના જવાનોની મદદ લેવાઈ હતી ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય અનેક જગ્યાએ તારાજી સર્જાઈ છે તો ક્યાંક તણાવાની ઘટના બની તો ક્યાંક લોકો ફસાયાના બનાવો સામે આવતા ગુજરાતમાં આર્મીની મદદ લેવાઈ હતી અને પાંચ જેટલી આર્મીની ટુકડી તૈનાત કરી આર્મી જવાનો મેદાને ઉતરી ખડેપગે હોય ત્યારે મોરબી જિલ્લાના માળીયામિંયાણા તાલુકાના સુલતાનપુર ચીખલી ખાખરેચી ગામની સીમમાં ઝીકીયારી પાસે આવેલા ઘોડાધ્રોઈ ડેમના ધસમસતા પાણી ખેતરોમાં ફરી વળતા ખાખરેચી ગામની સીમમાં ચીખલીના રસ્તે ખાખરેચી ગામના ખેડૂત મનુભાઈ દેવરાજભાઈ મેવાડાની વાડીએ ત્રણ બાળકો એક મહીલા એક પુરુષ મળી પાંચ જેટલા શ્રમિકો ફસાયા હોવાની માહિતી વાડી માલિકે કલેકટર કચેરી હેલ્પલાઇનમાં ઈમરજન્સી જાણ કરાતા આ અંગે તંત્ર દ્વારા ત્વરિત પગલા લઈને તૈનાત આર્મીની મદદ લેવાઈ હતી અને જવાનોને આ અંગે જાણ કરતા આર્મી જવાનોની એક ટુકડી સ્થળ ઉપર જવા રવાના કરાઈ હતી જે મોડીસાંજે ખાખરેચી પહોંચી વાડી માલિકને સાથે રાખીને ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા હતા જ્યાં ઘોડાધ્રોઈ ડેમના ધસમસતા પાણી વચ્ચે આર્મી જવાનોએ ચાલુ વરસાદે રેસ્ક્યું ઓપરેશન હાથ ધરી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી એક પુરુષ એક મહીલા ત્રણ બાળકો સહીત પાંચ શ્રમિકોને સલામત રીતે મોડીરાત્રે રેસ્ક્યું કરીને બહાર કાઢ્યા હતા જેને સહી સલામત સુરક્ષિત ખાખરેચી પહોંચાડી ભારતીય સેનાના જવાનોએ કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને મદદરૂપ બનવું અને અસરગ્રસ્તોને બહાર લાવવા મેદાને ઉતરી કટોકટીના સમયે ઉત્તમ કામગીરીમાં ખરા ઉતરે તે ખાખરેચી ગામે ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર લાવવી સાબિત કરી બતાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે ભારતીય સેનાના જવાનો ખાખરેચી પહોંચ્યા ત્યારે ભારતીય સેના પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો જેને જોવા રોડ ઉપર લોકોની ભીડ જોવા મળી હતી અને જવાનો સાથે સેલ્ફી લેવા રીતસર પડાપડી જોવા મળી હતી આમ રાત દિવસ તડકો છાંયડો કે બરફના તોફાન વચ્ચે આપડા માટે સરહદ ઉપર ખડેપગે રહીને સુરક્ષા પુરી પાડી રક્ષા કરતા સેનાના જવાનો પ્રત્યેનો પ્રેમ આ સમયે ઉજાગર કરીને તેમનો જુસ્સો વધારીને લોકોએ દિલથી સેલ્યુટ કરીને મોડીરાત્રે ખાખરેચી ગામે ભારત માતા કી જય ભારતીય સેનાનો જય જય કાર બોલાવી ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો