(અહેવાલ મયંક દેવમુરારી)
સિંહ તો સિંહ જ કહેવાય એના ગળે સાંકળ બંધાઈ નહીં કહેવત મુજબ જંગલ આખામાં ફરતા જંગલના જંગલના રાજાએ પાણીના પ્રવાહને જોઈને પાછી પાની કરી લીધી ત્યારે ધસમસતા પ્રવાહમાં વાહન હોય કે માણસ પાણીના પ્રવાહને પાર કરવા જોખમ લેતા હોય છે અને તણાતા હોય છે ત્યારે માનવીને જંગલના રાજા પાસેથી કંઈક શીખવા જેવો બોધ લેવાની જરૂર છે કેમ કે ધસમસતા પાણીને જોઈને જંગલના રાજા કહેવામાં આવતા સિંહે પોતાની સુઝબુઝ વાપરી ધસમસતા પાણીમાં મોતને વહાલું કરવું એના કરતા રસ્તો બદલી કે રાહ જોઈને બેસી રહેવું યોગ્ય સમજી પાછી પાની કરી લીધી તે માનવીને સમજાય જાય તો ચોમાસામાં તણાઈને ડુબી જવાના બનાવમાં ઘટ જોવા મળે ખરી તંત્ર કાન ફાડી જાહેરાત કરી જાગૃત કરે છેકે વહેતા વહેણ હોય કે બેઠા પુલ ઉપર ધસમસતા પાણીનો પ્રવાહ હોય જેમાં જીવ જોખમમાં ન મૂકવો અનૈ પસાર ન થવું તેવુ કહે છે પરંતુ માનવી માનવીનુ કાને નથી લેતા ને મોતને ભેટે છે જે સુઝબુઝ જાનવરમાં જોવા મળી છે અને વનરાજનો વાયરલ વીડિયો માનવીને કંઈક શિખવી જાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થવું કેટલું જોખમી છે જેથી તે ટાળી રસ્તો બદલી નાખે છે જે વનરાજનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે