Friday, March 14, 2025

વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડે પગે

Advertisement

વાંકાનેરમાં વહીવટી તંત્ર દ્વારા અનેક સ્થળોએ મશીન મુકાવી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. વાંકાનેરના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાતા હાલ લગભગ અનેક વિસ્તારોમાં પાણી નિકાલ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત જે વિસ્તારોમાં બાકી છે ત્યાં હાલ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે.

વાંકાનેર વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદ ઉપરાંત મચ્છુ-૧ ઓવરફ્લો થતાં તેનું પાણી નદીમાં આવતા વાંકાનેર શહેરી તેમજ ગ્રામ્યના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદ બંધ થતાં જ તાત્કાલિક ધોરણે વાંકાનેર નગરપાલિકા તથા તાલુકા વહીવટી તંત્રના સંકલનથી પાણીનો નિકાલ કરવાની કામગીરી માટે ટીમની રચના કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW