*વાંકાનેરના ડો.પાયલબેન ભટ્ટ અને જીતેન્દ્ર ગૉસ્વામીનું એમના વિશિષ્ટ કાર્ય બદલ સન્માન કરાયું*
શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી- મોરબી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ડૉ. પાયલબેન ભટ્ટ અને શક્તિપરા પ્રાથમિક શાળાના શિક્ષક જિતેન્દ્રભાઈ અપારનાથી( ગોસ્વામી) ને વાંકાનેર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મળ્યું. પૂર્વ કેન્દ્ર મંત્રી અને હાલના રાજકોટના સાંસદ પુરષોતમભાઈ રૂપાલા, હંસાબેન પારેધી પ્રમુખ જિલ્લા પંચાયત- મોરબી, કાંતિભાઈ અમૃતિયા દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, ઊપ પ્રમુખ અને મહામંત્રી તથા સમગ્ર ટીમ હાજર રહી હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી તથા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી DDO જે.એસ. પ્રજાપતિ DEO કમલેશ એમ.મોતા સાહેબ, DPEO એન.એ.મહેતા, નાયબ DPEO ડી.આર.ગરચર તથા મોરબી જિલ્લાના તમામ TPEO ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.