ખાખરેચી ખાદી વસાહત વિસ્તારમાં ગંદા પાણી ભરાઈ રહેતા હોવાથી ઘરે ઘરે માંદગીના ખાટલા સ્થાનીકોમાં રોષ ભભુકી ઉઠયો
માળીયામિંયાણાના ખાખરેચી ગામે આવેલા ખાદી વસાહત વિસ્તારમાં શેરીઓના પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે શેરીઓ ગંદા પાણીથી લથબથ હાલતમાં હોવાથી માંદગીના ખાટલા ઘરે ઘરે હોવાનુ સ્થાનીકોએ જણાવ્યું છે આ અંગેની જાણ અવાર નવાર લાગતા વળગતાઓને કરવા છતા આંખ આડા કાન કરીને કાને ન લેતા હોવાની રાવ ઉઠવા પામી છે જેથી દરરોજ બાળકોથી લઈને મોટેરાઓને આ પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી મચ્છર જન્ય રોગની સાથે કોલેરા ચામડીના ઝાડા ઉલટી જેવા રોગો થવાની સ્થાનીકોમાં દહેશત ફેલાઈ છે સ્થાનિકો દ્વારા અવાર નવાર મૌખિક રજુઆતો કરવા છતા ખાદી વસાહત વિસ્તારમાં રહેતા લોકોનું કોઈ સાંભળતું નથી વિકાસની વાતો કરતી સરકાર ખાદી વસાહત વિસ્તારમાં ઝાંખીને જોવે તો વર્ષોથી મત આપતા લોકોને પડતી હાલાકીનો વિકાસ ક્યારે ? જેથી આ વિસ્તારમાં રહેતા લોકો શું ખાખરેચી ગામના નથી ? શું ખાદી વસાહત વિસ્તાર ખાખરેચી ગામમાં નથી આવતો ? જેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે મતદાન વખતે ઘરે મત માંગવા આવતા ચુંટાયેલા પ્રતિનિધિઓને પોતાના મતદારોને પડતી તકલીફો કેમ નથી દેખાતી ખાદી વસાહત વિસ્તારમાં રહેતા હાલાકીનો સામનો કરતા લોકોને ગારા કિચડમાંથી ક્યારે રાહત મળશે ગંદા પાણી કયારે દુર થશે જેવા અનેક સવાલોનો સામનો કરતા રહેવાસીઓને ગંદકી ગારા કિચડની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે તે ચુંટણી સમયે મત માંગવા આવતા ચુંટાયેલા પ્રતિનિધિઓને સળગતો સીધો સવાલ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે આજદીન સુધી ખાદી વસાહત વિસ્તારમાં ગંદકીનો સામનો કરીને તકલીફ ભોગવતા લોકોને ખબર અંતર પુછવા સુધી કોઈ ન ડોકાતા સ્થાનીકોમા ભારે રોષ ભભુકી ઉઠયો છે એક તરફ સરકાર સ્વસ્થતા અભિયાન પાછળ લાખોનો ખર્ચો કરે છે ત્યારે ખાખરેચી ગામમાં રહેણાંક વિસ્તારમાં જ ગંદકીના ગંજ જોવા મળતા સરકારના સ્વચ્છ અભિયાનના લીરા ઉડતા જોવા મળતા તંત્ર દ્વારા અને સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે ત્વરિત તપાસ થાય અને લોકોને ગંદકીમાંથી રાહત મળે તેવી સ્થાનીકોની માંગ છે છેલ્લા ઘણા સમયથી મૌન સેવી પિસાતી ખાદી વસાહતની પ્રજાને પડતી હાલાકી અંગે કોઈ જવાબદારો ઝાંખીને ડોકાતા ન હોય ભારોભાર રોષની સાથે ખાદી વસાહત વિસ્તારના લોકોને હળાહળ અન્યાય થતો હોવાની રાવ ઉઠી છે જેથી ગારા ગંદકી કીચડ વચ્ચે પીસાતી ખાદી વસાહતની પ્રજાને તાત્કાલિક આ સમસ્યામાંથી છુટકારો અપાવવા ત્વરિત હલ કરીને ઘટતું કરે તેવી લોકમાંગ ઉઠી છે