ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના સ્પ્ટેમ્બર માસમાં “ રાષ્ટ્રીય પોષણ માહ” ની ઉજવણી કરવા જણાવેલ જેના ભાગરૂપે મોરબી ઘટક-૨ના તાબા હેઠળની જાંબુડિયા આંગણવાડી કેન્દ્ર ખાતે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં સીડીપીઓ ભાવનાબેન ચારોલા, ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર અશોકભાઇ,મુખ્ય સેવિકા ક્રિષ્નાબેન,CHO કાજલબેન, વર્કરબેન તથા હેલ્પરબેન અને બાળકોના વાલીઓ હાજર રહેલ.
રાષ્ટ્રીય પોષણ માહની થીમ મુજબ બાળતુલા દિવસની ઉજવણી કરવાની હોય જે અંતર્ગત જાંબુડિયા કેન્દ્રના તમામ બાળકોના વજન અને ઉંચાઇ કરવામાં આવેલ. જેમાં અતિ અને મધ્યમ કુપોષિત બાળકોની ખરાઇ કરવામાં આવેલ અને CHO દ્વારા અતિ અને મધ્યમ કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ કરવમાં આવેલ.સીડીપીઓ દ્વારા હાજર રહેલ તમામ વાલીઓને બાલશક્તિના પેકેટમાંથી બનતી થેરાપીફુડ બનાવતા શીખડાવેલ તેમજ ટી.એચ.આર ના પેકેટના પ્રચાર અને પ્રસાર કરીને વાલીઓને માહિતગાર કરવમાં આવ્યા હતા